عربيEnglish

مريم ابنت عمران عليها السلام موسوعة القرآن الكريم

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Competition [At-Takathur] - Gujarati Translation - Rabella Al-Omari

Surah Competition [At-Takathur] Ayah 8 Location Maccah Number 102

૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.

૨. એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.

૩. કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.

૪. કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.

૫. કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.

૬. યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.

૭. અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.

૮. ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.