عربيEnglish

مريم ابنت عمران عليها السلام موسوعة القرآن الكريم

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Traducer [Al-Humaza] - Gujarati translation - Rabila Al-Omari

Surah The Traducer [Al-Humaza] Ayah 9 Location Maccah Number 104

૧. વિનાશ છે, તે દરેક લોકો માટે જે લોકોની ખામીઓ કાઢે છે અને મહેણાં-ટોણાં મારે છે.

૨. જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.

૩. તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.

૪. કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.

૫. અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે?

૬. અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.

૭. જે હૃદયો પર ચઢતી જશે.

૮. તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.

૯. મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)