مريم ابنت عمران عليها السلام موسوعة القرآن الكريم
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe morning hours [Ad-Dhuha] - Gujarati translation - Rabila Al-Omari
Surah The morning hours [Ad-Dhuha] Ayah 11 Location Maccah Number 93
૧. ચાશ્તના સમયની કસમ!
૨. અને રાતનીમ જ્યારે તેનું અંધારું છવાઇ જાય.
૩. ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે નારાજ થયો છે.
૪. અને ખરેખર તમારા માટે આગળનો સમય પહેલા સમય કરતા વધુ સારો હશે.
૫. તમને તમારો પાલનહાર તમને નજીકમાં એટલું આપશે કે તમે ખુશ થઇ જશો.
૬. શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું?
૭. અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.
૮. અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા?
૯. બસ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો.
૧૦. અને ન તો કોઈ માંગવાવાળા ને ધુત્કારશો.
૧૧. અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.

