مريم ابنت عمران عليها السلام موسوعة القرآن الكريم
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesSolace [Al-Inshirah] - Gujarati translation - Rabila Al-Omari
Surah Solace [Al-Inshirah] Ayah 8 Location Maccah Number 94
૧. શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
૨. અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
૩. જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
૪. અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
૫. બસ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
૬. ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
૭. બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
૮. અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.

