مريم ابنت عمران عليها السلام موسوعة القرآن الكريم
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe earthquake [Al-Zalzala] - Gujarati translation - Rabila Al-Omari
Surah The earthquake [Al-Zalzala] Ayah 8 Location Madanah Number 99
૧. જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
૨. અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
૩. માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે?
૪. તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
૫. એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.
૬. તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
૭. બસ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
૮. અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.

