عربيEnglish

مريم ابنت عمران عليها السلام موسوعة القرآن الكريم

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The City [Al-Balad] - Gujarati translation - Rabila Al-Omari

Surah The City [Al-Balad] Ayah 20 Location Maccah Number 90

૧. હું આ શહેર (મક્કા)ની કસમ ખાઉં છું.

૨. જ્યારે કે તમે આ શહેરમાં રહો છો.

૩. અને માનવીઓના પિતા અને સંતાનની કસમ!

૪. નિ:શંક અમે માનવીનું સર્જન (ખુબ જ) કષ્ટમાં કર્યુ,

૫. શું તે એમ સમજે છે કે કે તેના પર કોઇ કાબુ નહીં કરી શકે?

૬. કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું.

૭. શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી?

૮. શું અમે તેની બન્ને આંખો નથી બનાવી.

૯. અને એક જબાન અને બે હોઠ (નથી બનાવ્યા)?

૧૦. અમે તેને બન્ને માર્ગ દેખાડી દીધા છે.

૧૧. પરંતુ તે ઘાટીમાં પસાર ન થઇ શક્યો.

૧૨. અને તમને શું ખબર કે તે ઘાટી શું છે?

૧૩. તે છે, કોઈ ગુલામને મુક્ત કરાવવું.

૧૪. અથવા તો ભુખમરાના દિવસે ભોજન કરાવવું.

૧૫. કોઇ સંબધી અનાથને

૧૬. અથવા તો રઝળતા લાચારને.

૧૭. ફરી તે લોકો માંથી થઇ જતો, જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરતા રહ્યા.

૧૮. આ જ તે લોકો છે, જે સારા નસીબવાળા છે.

૧૯. અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુર્ભાગી લોકો છે.

૨૦. તેમના માટે આગ હશે. જે ચારેય બાજુથી બંધ કરી દેવામાં આવી છે.